આપ મૂઆ વિના સ્વર્ગે જવાય નહીં.
બીજાના અનુભવે આગે ધપાય નહીં.
આપણું કામ આપણે જ કરવાનું છે,
અવરના ભરોસે બેસી રહેવાય નહીં.
આપણી મહેનતને આપણી સફળતા,
બીજાના ખંભે રાખી બંદૂક ફોડાય નહીં.
સ્વાવલંબનને આત્મનિર્ભર છે પર્યાય,
એ વિના ભવસાગર પાર ઊતરાય નહીં.
જાત મહેનત ઝિંદાબાદ અનુસરવાનું,
પારકા પગે ચાલી આગળ વધાય નહીં.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.