સરકતો છે સમય કપરો અહીં જો,
મલકતો છે સમય જબરો અહીં જો.
મરકતો જાય ક્યાં,મનથી જ માનવ,
ફરકતો પ્રાણ , ભ્રમણા મહીં જો.
સરકતો જાય છે , સાપોલિયા સમ,
હરકતો મૃત્યુ સમ, સાચી અહી જો.
લટકતો જાય છે, શ્વાસે કદી પણ,
ચટકતો જાય છે, દિલને અહીં જો.
મટકતો જાય છે , મ્હાલી અહીં ને,
અટકતો જાય છે, લાશો મહીં જો.
-મોહનભાઈ આનંદ