Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જો જખમ કેવા જખમ,આપી રહ્યા છો,
લાગણી માં તો મલમ, થાપી રહ્યા છો,

હોય ઈચ્છા પામવા ની, જીવ ને પણ ,
ખોખલા કોઈ સપન , છાપી રહ્યા છો,

બાંધતા જો‌ કર્મ બંધન , આપ ખોટા,
આંચ આવે ત્યાં, કરમ કાપી રહ્યા છો.

હોંશમાં ભીડી છે બાથો જો ને હરદમ,
ક્યાંક બેહોશી શરમ, માપી રહ્યા છો.

છે જ માયિક જાળ , શબ્દો ની ખરેખર,
ભ્રમ ખોટા જો‌ નરમ, ચાંપી રહ્યા છો.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111705814

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now