Gujarati Quote in Good Night by Anubhav ni yaad hamesha

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઈશ-મિતાનાં સંવાદો 'ઈદી'

--ઈદ મુબારક ઈશ.

--હજી વાર છે એક દિવસની મિતા !

--તો શું થયું?
કાલે મને તક ન મળી તો !
એટલે એડવાન્સમાં...

--તુૃં ને તારી તકો !
ખરેખર મને ત્રાસ લાગે છે એનો.
ખેર, થેન્ક્યુ.

--થેન્ક્યુ !

--હાસ્તો. કેમ ?

--તુૃં આ રીતે અભિવાદન કરીશ?

--તો કેવી રીતે કરવાનું હોય?

--અરે !
કોઈ હેપી બર્થડે વિશ કરે કે હેપી એનિવર્સરી વિશ કરે તો થેન્ક્યુ કહેવાય સામે.
પણ કોઈ હેપી દિવાલી, ઈદ મુબારક કે મેરી ક્રિસમસ વિશ કરે તો જૂદી રીતે અભિવાદન કરાય.

--અચ્છા ! કેવી રીતે કરાય? કહીશ જરા !

--શું મતલબ કેવી રીતે કરાય?
મોટા હોય એમને અમે પગે લાગીએ, સલામ કરીએ.
નાના હોય એમને વહાલથી પંપાળીએ.
અને સરખા હોઈએ તો...

--તો ?!

--બથ ભરી લઈએ.
--તુૃં પ્રત્યક્ષ હોત તો શી રીતે ઝીલત મારું અભિવાદન?
--કદાચ બાહોંમાં ભરીને, જકડીને, માથે ચૂમીને વળતું કહેત મને, ઈદ મુબારક બચ્ચા !

--અને પછી ઈદી પણ માંગત હું.
આપત ને તુૃં મને?

--પણ ઈદી તો મારે માંગવાની હોય !

--ના મિતા! ઉંમરમાં નાના હોય એ માંગે ઈદી.
હું નાનો છું તારા કરતા, એટલે ઈદી મારો હક છે ને એ મને જોઈએ જ.
બોલ, આપીશ કે નહીં?

--અરે પાગલ !
મારા વિચાર, મારું શબ્દવિશ્વ, મારી સ્નેહસ્મૃતિઓ, મારાં સ્મિત અને રૂદનો, મારી કલ્પનાનાં ઠંડી, ગરમી અને વરસાદની એક-એક બૂંદ, મારી પીડાઓ અને રાહતો, મારાં સત્ય-અસત્ય, મારો પ્રેમ અને વિરહ - સમગ્ર તો આપી દીધું છે તને.
હવે છે શું મારી પાસે તને આપવા?

--છે.
આપી શકતી હોય તો બોલ, માંગી લઉં.

--ઈશ !

--હા કે ના?

--પણ...

--પણ-બણ નહીં મિતા.
આપી દે મારી ઈદી.
ઈદ મુબારક વિશ કરવું છે તને, પ્રત્યક્ષ.
આપી શકીશ !

-- ... ... ...

--એટલે જ થેન્ક્યુ કહ્યું.
હવે સમજાયું !
અભિવાદન કેમ બદલાયું?
થેન્ક્યુ જ ઠીક હતું ને...!

Gujarati Good Night by Anubhav ni yaad hamesha : 111705553
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now