સ્નેહ
આમ જુઓ તો,
એ લાગણીઓમાં અટવાય છે !!
તો ય ચહેરાઓ કયાં વંચાય છે ??!
હિમાલય ના શિખરે ,
તડકો પણ ઠુંઠવાય છે !!
સાગર કિનારે પવનના સુસવાટા પૂરપાટ ...
ખુદ સાગર પણ પરસેવે ન્હાય છે !!
અને કિનારે પહોંચતા ....
સાગર ના મોંએ પણ ફીણ વળે છે !!
મારી જાત ને જાણે કટકે કટકે ,
ચિંતા કોરી ખાય છે !!
જીવન આમ જુઓ તો સાવ સરળ,,
છતાં અધુરું કે ઘુંઘળું કેમ ભાસે છે ??
હું છું ...તમે છો ...
છતાં એકલવાયું કેમ લાગે છે ??
આશા છે ઉરમાં ભરી ..
થઇશું સૌ ભેગા મળી,
આવશે એ સમય પણ ,
કરીશું કિલ્લોલ ફરી !! “
🌸 🌹 🥵 ❤️ 🙏👇🏿