Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાત બાફ મારે છે
પંખો ફરરર ફરર ફરતો રહીને પણ મગજ સુન્ન બનાવી દે છે
કુલરનો ઠંડો પ્રવાહ ઘેનયુક્ત નથી
બારી બહારની હવા ઉન્નત મસ્તકે
પ્રવેશ કરી ગરમ લ્હાય થઈ જાય છે
પલંગ ભાર વેઠે છે બાવન કિલો વજનનો
પણ કઈ કરી નથી શકતો
હલન ચલણ કે હુંકાર તુંકાર
વીજળી વેગે આવતી કલ્પનાઓ આવીને
ઉડી જાય છે પવન વેગે ધરતીની સરહદ પાર
એકલવાઈ લાગતી ઈચ્છાઓ દ્રવિભૂત થવી જ જોઈએ
એવું આંખો વિચારતી નથી
વિચરતી ક્ષણોમાં
દિવસ રાતનો થાક ગાયબ થાય કે ન થાય
એ ઉદાસીને પહેરીને મથે છે સુનમુન પૂતળા જેમ જીવવા
ગૅલ્વેનાઇઝના સળિયા પાછળ કોઈ ઉભું છે
ઉત્સાહને માથે ઓઢણી જેવુ ઓઢીને
સમય પસાર કરવા કે છેક મારા હદય પર શાસન કરવા
કઈ જ સમજાતું નથી એને
વેરવિખેર શબ્દોને હું ભેગા કરવા મથું છું
કોઈ આકૃતિ રચાય એવા ખ્યાલે
પણ એ રચાતી નથી
શબ્દો વેરવિખેર જ પડી રહ્યા છે એમજ
જેમ કોઈ વૃદ્ધ ડોસો પડી રહે તૂટેલી ફુટેકી
બટાઈ ગયેલા વા'ણવાળા ખાટલામાં
એમ હુંય પડી જ રહયો છું
ભારેખમ આંખે નિદ્રાનો ભાર વેઠતો
ગળતી રાતે
ગમતી રાતે
ભમતી રાતે
રાતનું અઘોચર વિશ્વ મને લઈ જાય છે
જીગણીઓના ડેરામાં
હું જાઉં છું
હું જાઉં છું
છેક ડેરાની લગોલગ
જેમ જળ ચાલે કિનારા લગોલગ.


★વિનું બામણીયા

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111704900
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now