હળવો ડોઝ!
૭૦ની ઉંમરે શિવલાલભાઈએ અનેક બીમારીઓ હોવા છતાંય કોરોનાને હરાવ્યો. એકની એક દીકરી હતી. જેને પરણાવી દીધી હતી. હવે તો એના ઘરેય દીકરાના દીકરા રમતા હતા, પણ અહીં બે જણા એકલાં રહેતા. જીજીવિષા માટે સ્ટેશનરીની દુકાન હતી. પણ આ મૂઓ કોરોનાએ થોડા મહિના તો દુકાન જ બંધ કરાવી દીધી! અને પછી મંદી...! ત્યાં આ મીની લોકડાઉન લાદવામાં આવ્યું. રોજની જેમ શિવલાલભાઈ જમીને વજ્રાસનમાં બેઠાં. પત્ની દવા અને પાણીનો ગ્લાસ લઈને ઉભી રહી બાજુમાં. પરંતુ શિવલાલભાઈ તો મગ્ન ન્યૂઝ ચેનલ જોવામાં. ત્યાં કાને અવાજ પડ્યા અને આંખ હેડલાઈન પર ચોંટી રહી કે, "૧૮મી સુધી રાત્રી કરફ્યુ અને મીની લોકડાઉન યથાવત રહેશે". શિવલાલભાઈ બોલ્યા,
આ શું? પત્નીને થયું દવા વિશે પૂછે છે.
એટલે તેણીએ કહ્યું કે, હળવો ડોઝ!
હે!! શિવલાલભાઈએ કહ્યું.
- યશ સોમૈયા ✍️
આવાઝ