Gujarati Quote in Poem by Riyansh

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું તારી સાથે છું

તારી દરેક મુશ્કેલીમાં હું તારી સાથે છું,

આપે તારો સાથ કોઈ કે ના આપે હું તારી સાથે છું,

તારા જીવનની દરેક સફરમાં હું તારી સાથે છું,

યાદ કર મને કે હું તારી સાથે છું,

ધબાકતા તારા દિલના ધબકારમાં હું તારી સાથે છું,

વહેતા તારા શરીરના લોહીમાં હું તારી સાથે છું,

પૂનમની રાતમાં તારાઓની સાથમાં નિહાળ જે સ્વપ્ન મારુ કે હું તારી સાથે છું,

વહેતા હવાની લહેરો સાથે તારી ઝુલ્ફોની અંગડાઈઓમાં હું તારી સાથે છું,

તૈયાર થતા તમે દર્પણમાં મુખ જોઈ તારું જો સ્માઈલ આવે તો સમજ જે હું તારી સાથે છું,

યાદ આવે મારી તો જોઈ લેજ તારા ગળામાં બાંધેલા દિલને કે હું તારી સાથે છું,

તારી દરેક ઈચ્છામાં તારા દરેક દુઃખમાં તારા દરેક કામમાં હું તારી સાથે છું,

તને ખબર હોય કે ના હોય તારા દિલને પૂછ કે હું તારી સાથે છું,

જીવન મારુ કેટલું છે એ ખબર નહીં,
તારી સાથે કેટલો સમય છું એ ખબર નહીં,
પણ જ્યાં સુધી છું, હું તારી સાથે છું,

પરવાહ નથી મને મારી કે મારા જીવનની બસ તારા સુખ માટે હું તારી સાથે છું,

મારા કરતાં પણ વધારે વિશ્વાસ છે તારા પર એટલે હું તારી સાથે છું,

તારી દરેક ભૂલને માફ કરી તને બાહોમાં છુપાવી લવ એટલે તારી સાથે છું,

તને સાચી સમજણ આપી તને સારા ભવિષ્યમાં લઇ જાવા માટે હું તારી સાથે છું,

હું ક્યારે પણ તને છોડી નહીં શકું,
તારાથી દુર રહી નહીં શકું,
તારા વગર જીવી નહીં શકું,
એટલે હું તારી સાથે છું,

બસ એટલું સમજજો કે મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી હું તારી સાથે છું,

ભગવાન આપે જે જન્મએ જન્મમાં હું તારી સાથે છું,

બસ તારો પ્રેમ જોઈએ,
તારો સાથ જોઈએ,
દરેક તકલીફમાં તારો હાથ જોઈએ,
તારા ચહેરાની સ્માઈલ જોઈએ,
તારા મુખે મારુ નામ જોઈએ,

બસ બાકી હું તારી સાથે છું,

તારા હાથેથી જમવા જોઈએ
તારૂ એઠું પાણી પીવા જોઈએ,
તારી મીઠી અને નાદાની ભરી વાતો જોઈએ,
તારા ખોળામાં મારુ માથું રાખીને સુવા જોઈએ,
બસ બાકી હંમેશા હંમેશા હું તારી સાથે છું,
@Riyansh

Gujarati Poem by Riyansh : 111704103
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now