જીવનથી થાકી જવાય ત્યારે વિસામાનું સ્થળ એટલે માં
બાળપણ જેની પાસે ફરી જીવતું થઈ શકે તે એટલે માં
વાંક હોય છતાં રિસાઈ જાય ને વારંવાર મનાવે તે એટલે માં
પોતે કષ્ટ વેઠી સંતાનનું જીવન સુંદર કરવા મથતી એટલે માં
સ્વાર્થના સૌ સંબંધમાં નિસ્વાર્થ વ્હાલ વરસાવે તે એટલે માં
આખરે,જેના થકી શ્વાસો, આ અસ્તિત્વ મળ્યું તે એટલે માં
જગતના બધા સંબંધોમાં ત્યાગ,સમર્પણ ને જતું કરવાની ભાવના કેળવવી પડે.એક માઁ જ પોતે ત્યાગની મૂર્તિ થઈ શકે.દિકરો ગમે તેટલો મોટો થઈ જાય તેના નસીબમાં ભગવાને આ સુખ આપ્યું છે.જયારે, દિકરીના લગ્ન થાય ત્યારે આજ સુધી માંના લાડકોડમાં રહેતી હવે પોતાની જાતને ભૂલીને સૌનું ધ્યાન રાખતી માં બની જાય છે.જેને પોતાનું ઘર કહેતી તે પારકું થઈ જાય અને જે ઘરે તે આવે છે તેના માટે પણ તે પારકી જ રહે છે.આ ભારતીય સમાજનું સત્ય છે.ફક્ત આજના દિવસ માટે નહીં જ્યાં સુધી મારા શ્વાસો છે ત્યાં સુધી તું મારી સાથે રહીશ.વંદન માઁ......
ધારા મનિષ ગડારા "ગતિ ".