💞 HAPPY MOTHER'S DAY 💞❣️
શુરુઆત એક શબ્દથી થાય છે,
" માઁ "
પણ તેમાં હજારો લાગણીઓ સમાયેલી છે તે..
જેમનું પ્રેમાળ હૃદય વિશાળ દરિયા જેવું છે તે..
જેમણે ફ્કત ઝરણાંની જેમ પ્રેમરૂપી સ્નેહ વહેતો રાખ્યો છે તે..
જેમનું મન હંમેશાં દુઆ આપતું રહે છે તે..
જેમનાં પ્રેમાળ આશીર્વાદ ઢાલ બનીને સાથે રહે છે તે..
જેમની ખાટી મીઠી દાટ પણ દવા બની જતી હોય છે તે..
જેમનો એક સાથ પણ હિંમત બની જતો હોય છે તે..
જેમનો હસતો ચેહરો એક ખુશીની ઝલક કરાવી આપે છે તે..
જેમની આશાઓ આકાંક્ષા બની જતી હોય છે તે..
જેમનાં મીઠાં બોલ સમજણ શક્તિ બની જતાં હોય છે તે..
બસ આ લાગણીઓ સશક્ત, કુશળ, પ્રેમાળ, સંવેદનશીલ " માઁ " રૂપી "મમતાની" જ હોય શકે છે..
દુનિયાની બધી માતાઓનાં ચરણે સત સત નમન.. 🙏🙏
💞❣️
-BM