જન્મતા વખતે જ કોઈકે જીવન
જીવતા શીખવાડ્યું હોત તો,
દરરોજ દોડવા કરતા
પહોચવાનું શીખી લેત,
દરરોજ લડવા કરતાં
માફ કરવાનું શીખી લેત,
દરરોજ જ ઉડવા કરતા
પડવાનું શીખી લેત,
દરરોજ ભારમાં રહેવા કરતા
હસવાનું શીખી લેત,
દરરોજ મુંઝાવા કરતાં
શ્વાસ લેવાનું શીખી લેત,
દરરોજ કોઇને દગો દેવા કરતાં
પ્રેમ કરવાનું શીખી લેત.