સમજો જો માનવતા ની કિંમત..,
તો ફેલાવો ભય ની જગ્યા એ હિંમત,
મુશ્કેલી માં છે જ્યાં માણસ નું જીવન,
ત્યાં રાજકારણ ની ચાલી રહી છે રમત,
કાળા બજારી ની ચાલી રહી છે ગમ્મત,
ને લોકો નું જીવન હારી રહ્યું છે હિંમત,
ઇન્જેકશન ના થઈ રહ્યા છે ભાવ તાલ,
ને ક્યાંક ખોવાયો ઓક્સીજન નો મેળ,
કુદરત બતાવી રહી છે પોતાનો ખેલ,
ઓ માનવી હવે તો મોહ માયા મેલ...!!!
🖌️📃✍️~$h!£@l~📄✍️!!
-Shital