Gujarati Quote in Blog by Jigs Hindustani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પુરુષ અને સ્ત્રી અલગ અલગ છે જ નહીં બંને એક જ છે કારણ કે પુરુષનું સર્જન તો એક સ્ત્રી જ કરે છે ને?અર્થાત પુરુષને નવ મહિના પેટમાં(ગર્ભમાં)રાખ્યા પછી આ ધરતી ઉપર જન્મ તો એક સ્ત્રી જ આપે છે ને?જન્મ આપ્યા પછી દરેક સ્ત્રી પોતાના પુરુષ બાળકને સ્તનપાન કરાવીને ઉછેરીને મોટું કરે છે અને તેને ભણાવી,ગણાવીને પુરુષ બાળકમાં સારા સંસ્કારોનું સિંચન કરીને જીવન જીવવાનો રસ્તો પણ દરેક પુરુષોને સ્ત્રીઓ જ શોધી આપે છે આમ દુનિયાના દરેક પુરુષના શરીરમાં એક સ્ત્રીનું લોહી અને ધાવણ વહે છે પછી સ્ત્રી અને પુરુષને અલગ અલગ કેવી રીતે ગણી શકાય?સ્ત્રી શક્તિ છે તો પુરુષ શિવ છે આમ શિવ અને શક્તિને અલગ કેવી રીતે પાડી શકાય?આદિ અનદીથી શિવ અને શક્તિ એક જ છે અને એક જ રહેશે આમ સ્ત્રીઓથી પુરુષોને અલગ ના પાડી શકાય અને તેથી જ ઝવેરચંદ મેઘાણીને લખવું પડ્યું કે"જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા મેં તો પીધો કસુંબીનો રંગ,મારી માતાના દુધના ધાવણની સફેદ ધારાએ ધારાએ મેં તો પોધો કસુંબીનો રંગ,હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ"...

બંનેવ સમજી ને સાથે ચાલે એજ બેસ્ટ છે, નહિ કે કોઈ પોતાની મોનોપોલી રાખે.

Gujarati Blog by Jigs Hindustani : 111700228
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now