ધન્ય ધરા ગુજરાતના કવિઓ વદે, ગીતા,
ધન્ય સુવર્ણ પ્રભાતને કવિઓ વન્દે.
ગુજરાતની જયજય હો...
માતૃભૂમિ ગાંધી-સરદારની,
યશગાથા બલિદાનો ની,
સ્વર્ણા ઙ્કિત માટીની જયજય હો.
કર્મભૂમિ, સ્વયં ભગવાન ની,
ગીતા'અમરકથા મહાભારત ની,
સ્વર્ણનગરી દ્વારકાધીશ ની જય જય હો.
આદિકવિ નાગર નરસૈંયા ની,
ભક્તિ ની સરવાણી વહે જ્યાં,
પીડપરાઈ જાણે તેની જયજય હો.
અમૃત ધારા વહાવી ભાષાની,
નર્મદ- ઉમાશંકર જોષી ની,
માનવી બન્યા મહાન તે માટીની જયજય હો.
મેઘાણીનું મન જ્યાં થનગનાટ કરે,
લોકોમા કસુંબલ રંગ રગરગ ભરે,
તે કસુંબલ રંગ ની જયજય હો.
સંતો અને શૂરવીરોની ખાણ જ્યાં,
પ્રવર્તે છે નર્મદાની આણ જ્યાં,
તે ખમીર છલકંતી પ્રજાની જયજય હો,
જુનાગઢ ગિરનાર ની,
જૂનાં ભતૃહરિ જોગીની,
જૂનાં સોમનાથ મહાદેવ ની જયજય હો.
રામ વસે છે જ્યાં ટાઢા ટુકડા માં,
અવિરત વહે છે ગંગા જ્યાં દાનની,
તેવા જલારામ ની જયજય હો.
✍️...© drdhbhatt...
ગુજરાત સ્થાપના દિવસ ની શુભકામનાઓ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏