હે ઈશ્વર! હવે તારા હાથે જ છે ઉદ્ધાર,
તું કર હવે કોરોના નો સંહાર,
બસ તને વિનવું છું વારંવાર.
આજે આખું વિશ્વ થયું છે લાચાર,
માત્ર એક જ છે તું દયા કરનાર,
બસ હવે તમે જ છો પાલનહાર.
આ કેવી કરુણાંતિકા સર્જાવી છે આજ,
રચ્યો છે તે મૃત્યુનો ખેલ માનવ ના કાજ,
બસ હવે તમે જ છો તારણહાર.
કહે છે ચિરાગ હવે નથી જોવાતી લોકોની વેદના,
હે ઈશ્વર! આવી જા એક નવો લઈને અવતાર,
અને કર કોરોના નો સંહાર.
બસ તને વિનવું છું વારંવાર.
- ચિરાગ સોલંકી