Gujarati Quote in Poem by monika doshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ મને થયું ચાલ ને આજ ખુદ ને પ્રેમ કરી લવ.
એકવાર ખુદ ને જ પુછી લવ તને જોઈ એ છે શું ?

ઘરનું કામ કરીને થાકુ ત્યારે ખુદ જ આરામ કરી લવ.
પછી ખુદ ને જ પુછી લવ થાક ઉતરી ગયો કે નહી?

રાત પડતાં કંટાળો આવેતો મધુર ગીત સાંભળી લવ.
સુતા વેળાએ ખુદ ને જ પુછી લવ મન મોજીલી થયુ કે નહીં?

સવારે ઉઠતાં જ પોતાને જ શુભકામના આપી લવ.
પછી દિવસ ભર કામ કરી ને ખુદ ને પુછી લવ આનંદ મળ્યો કે નહીં?

પોતાની જવાબદારી પુરી કરી ખુદ ને જ શાબાસી આપી લવ.
પછી એકવાર અંતર મનને પુછી લવ વ્યાકુળતા જતી રહી કે નહીં?

પોતાની જાતને ખુશ કરવા બધાં જ પ્રયત્ન કરી લવ.
પછી જાત ને જ પુછી લવ ખુશ થવા બીજો સહારો જોઈએ છે કે નહીં?

મોનિકા "એક આશ"
30-04-2021

-monika doshi

Gujarati Poem by monika doshi : 111699338
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now