Gujarati Quote in Microfiction by Setu

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોરોના રિપોર્ટ:

પહેલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. એ ઘબરાયેલી હતી, ઘરમાં એની નાની છોકરીને ફોસલાવીને એનાથી દૂર કરી એ કોરોન્ટાઈન થઇ! વ્યગ્ર મન ઉપરથી અશક્ત શરીર સાથે એ દિવસો વિતાવવા માંડી, માંડ માંડ એકાદ બે દિવસ ગયા ત્યાં બહારગામ ગયેલા પાડોશી મીતાબેન એ આવીને દૂરથી એની સાસુને કહ્યું, ' તો શું લોભ કરો છો પૈસાનો? પહેલને નોકરી જ ના કરવા દેવાય ને!" એમની આ વાતમાં પહેલ માટે સ્પષ્ટ રૂપે ઈર્ષ્યા દેખાતી હતી, ખબર અંતર તો દૂરની વાત પરંતુ આવી રીતે ટોન્ટ મારીને એની સાસુને સાંભળવી દીધું.

એની સાસુ સુષ્માબહેન ગરીબ સ્વભાવના એ કઈ જ બોલ્યા નહિ અને ઘરમાં જતાં રહ્યાં.

પહેલને સારું થઇ ગયું, એ ફરીથી સ્વસ્થ થઈને એની જવાબદારીઓ નિભાવવા સક્ષમ બની ગઈ, કોરોના એ એને કોણ પોતાના અને કોણ પરાયા એની શીખ સારી રીતે આપી દીધી.

થોડા મહિના પછી કોરોના એ ફરી એનો વેગ પકડ્યો.એવામાં પાડોશી મીતાબેનના ઘરમાં સૌને તાવ આવવા માંડ્યો, પણ એમને કોઈને કોરોના ના હોય એવી બડાશમાં એ રહેવા માંડ્યા, ના કોઈ સરકારી સૂચનોનો પાલન કે ના માસ્ક! એમને કશુંય ધ્યાન રાખ્યું નહિ, તાવ આવવા છતાંય રિપોર્ટ ના કરાવ્યો, ના કોઈ દવા લીધી.

એક દિવસ સવારે એમને પહેલ પાસે ઓક્સિમીટર માંગ્યું, પહેલને થોડો અણસાર હોવાથી એને માસ્ક પહેરીને આપ્યું, ઓક્સિમીટર મપતાની સાથે એનું લેવલ એંશીથી નીચે આવવા માંડ્યું, એમને સ્વાશ લેવામાં તકલીફ તો હતી પણ લોકો શું કહેશે એમાં અને અમને કઈ ના થાય એ વાતમાં બધું છૂપું રાખ્યું. તત્કાલિન ધોરણે એમને હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર પડી, પણ એ વખતે પરિસ્થિતિ એવી ખરાબ હતી કે એકેય બેડ ખાલી નહોતા, બહુ મહેનતે એક હોસ્પિટલમાં જગ્યા મળી અને એમની સારવાર ચાલુ થઇ.

ખરેખર એમની સ્વાર્થી અને ઈર્ષ્યાની નીતિ આજે એમને ભારે પડી! કોઈનું ભલું ભલે ના કરી શકીએ પરંતુ ખોટું કરવાનો ક્યાં કોઈએ અધિકાર આપ્યો છે? છેલ્લે હેરાન મનુષ્ય એના કર્મે જ દુઃખી થાય છે!
- સેતુ

Gujarati Microfiction by Setu : 111698471
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now