ઉગરામબાપાની વાણી..
.......................................
નિર્ભય નામ વિચારો.
મારા હરિજનો.
નિર્ભય નામ વિચારો હો હો જી.ટેક...
તર્ક વિતર્ક મનના મેલી.
સતગુરુ વચન ને ધારો રે હો હો જી.
મનની વૃત્તિ વાળો ગુરુજી માં.
મટી જાય ભવનો ભટકારો રે.ટેક...
અવિનાશી છે આમાં આત્મા.
નહી જાત વરણ વિચારો રે હો હો જી.
નિશદિન આ ઘટમાં ગાજે.
મન પવનથી ન્યારો રે.ટેક...
હર દમમાં હાજર રહેતો.
સુરતા કરે છે સંઘરો રે હો હો જી.
ઓહમ સોહમ બે તાર ગાજે.
વાગે છે એકતારો હો જી.ટેક...
સતગુરુજી એ કૃપા કરીને.
કીયો નામ ઉજીયારો રે હો હો જી.
ઉગારામ ગુરુ દેવ નિરંતર.
હીર સાગર છે કિનારો રે.ટેક...
......................................
મનોહર દાસના જય ગુરુ મહારાજ..