સવારે જાગું તો ૐ શાંતિઃ
ચા-નાસ્તો કરતાં ૐ શાંતિઃ
જમવા બેસું તો ૐ શાંતિઃ
બપોરે ઊંઘું મોબાઈલ બોલે ૐ શાંતિઃ
ફફડતા હૈયે વાળુ કરું, ૐ શાંતિઃ
કંટાળીને મોબાઈલ સ્વિચ ઓફ કરું.
પ્રભાતે ઓન કરું તો ૐ શાંતિઃ
કોરોનાની આ મહામારીમાં હવે..
પેપરના પેજ પર સંભળાય છે.ૐ શાંતિઃ.
- સવદાનજી મકવાણા
( વાત્ત્સલ્ય )