..વિશ્વ પુસ્તક દિન નિમિત્તે આપણે બધાં.. પુસ્તક પ્રેમ વ્યક્ત કરીએ...અને પુસ્તકો વિશે આપણા વિચારો વ્યક્ત કરીએ....! વિશ્વ પુસ્તક દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐💐💐🙏
આત્મ કથા હોય કે નવલકથા મારૂં પ્રિય છે પુસ્તક,
શ્રેષ્ઠ જીવન નો આધાર હોય છે,મારૂં પ્રિય છે પુસ્તક,
જીવન જીવવાની કળા શીખવે છે,મારૂં પ્રિય છે પુસ્તક,
એકાગ્રતા નો ગુણ કેળવાય છે,મારૂં પ્રિય છે પુસ્તક,
ગીત, ગઝલ અને કવિતા રચાય છે,મારૂં પ્રિય છે પુસ્તક,
એકાંત માં પ્રિય સખા બને છે, ગીતા, મારૂં પ્રિય પુસ્તક,
જીવનમાં નવો ઉત્સાહ ભરે છે,મારૂં પ્રિય છે પુસ્તક,
વિપત્તિમાં પણ સાથ નિભાવે છે,મારૂં પ્રિય છે પુસ્તક,
ભગવદ્ ગીતા, રામાયણ છે,મારૂં પ્રિય છે પુસ્તક,
પલ પલનો પથદર્શક બને છે,મારૂં પ્રિય છે પુસ્તક,
સત્યના પ્રયોગો, ને મારી હકીકત ,મારૂં પ્રિય છે પુસ્તક,
મારાં જીવનમાં અગ્રિમ સ્થાન છે,મારૂં પ્રિય છે પુસ્તક,
✍️...© drdhbhatt...