થોડી લાગણી ભર્યા સબંધ ની જરૂર છે મારે...
થોડા પ્રેમ ના અહેસાસ ની જરૂર છે મારે
તારું મૌન રેહવું કષ્ટદાયી છે મારા માટે
પણ મારું સમજવુ પણ જરૂરી છે તારા માટે...
હું બોલું ને તું અનસુનુ કરે એ એ રોજ નું છે તારું
પણ તારો જવાબ પણ જરૂરી છે મારા માટે...
બધા માટે પારકી છું...પણ તારી પોતાની બનવું જરૂરી છે મારા માટે
તારા વડે બોલાયેલા શબ્દો ની અસર ખૂબ ઊંડી છે મારા માટે..
પણ તારું પ્રેમ થી મનાવું પણ જરૂરી થયું તારા માટે...
થોડી વાણી ની ભિનાશ પણ જરૂરી છે આપણા માટે...
થોડી તારી ને મારી લાગણી પણ જરૂરી છે આપણા માટે...
અંતર નું જોડાણ પણ જરૂરી છે સબંધ માટે...
થોડી લાગણી ની તરસ પણ જરૂરી છે આપણા માટે...
-લાગણી ની તરસ
-મીરા જોષી