Gujarati Quote in Blog by Chandrika Gamit

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણે એકાદ બે વખત કોઈ ને મળીયે અને એ વ્યક્તિ
બધા ની વચ્ચે દૂર ઊભું ઊભું માત્ર વાતો સાંભતું હોય

વાત કરવા માં કે સામે સ્મિત આપવા માટે પણ વિચાર કરતું હોય એની સાથે બે શબ્દો બોલવા માટે પણ આપણે પહેલ કરવી પડે
જરૂરી નથી આવા દરેક વ્યક્તિ ઘમંડી ,અહંકારી કે કોઈને પોતાના થી તુચ્છ માનતા હોય ,

કોઈક એવા પણ હશે જે શરમાળ હશે જેમને વાતો કરવામાં સંકોચ અનુભવાતો હશે, સામે વાળા વ્યક્તિ એમની વાતો સમજી શકશે કે નહીં એવી કશ્મકશ માં હશે,

આવા કોઈ વ્યક્તિ ને મળો તો એના વિશે પૂર્વગ્રહ રાખ્યા વિના
વાત કરવા નો પ્રયત્ન કરજો શુ ખબર એ વ્યક્તિ તમારી સાથે
એટલું comfortable થય જાય કે એના મન ની દરેક વાત કોઈ પણ સંકોચ વિના તમને કહી શકે..
-Chandrika Gamit
be a comfort zone for someone

Gujarati Blog by Chandrika Gamit : 111694677
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now