"યાદોની વમણાશ"
સુંદરતા ની મુરત ને જોવ , સુંદર બન્યા વગર,
એનાથી વધારે સુખ શું? અવસર બન્યા વગર..
કોલેજ ના દિવસોના એ શમણાં , વધુ શું હોય ,
લાગ્યો એને વાંચવા ,સાક્ષર બન્યા વગર...
પૂછેલો મેં પ્રશ્ન કે , સાથે રહેશું જીવનભર???,
પુરી ના થાય મહેચ્છા , જવાબ બન્યા વગર..
ઈચ્છાઓ ની ઊર્મિ કે ચાંદ પણ લાવું એના માટે ,
બધા અરમાન પુરા ના થાય ,સક્ષમ બન્યા વગર..
એના ગયા પછી પણ ખુશ રહી શકું સદા,
યાદો એની ગૂંથી ,ચણતર કર્યાં વગર ....
એની ના માં પણ હા , અને હા માં પણ ના ,
ક્ષમતા એને આપી , ફરિયાદ બન્યા વગર...
લખી છે યાદ , કલ્પના દિલ "દીપ" એ ,
બનાય ના શાયર , આશિક બન્યા વગર..
-દીપેશ ગણાત્રા