Gujarati Quote in Poem by Tr Mrs Snehal Rajan Jani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કુદરતનો બદલો:-

ઉનાળો આવે ને સૌ માંગે ઠંડક,
ઉનાળો આવે ને સૌ શોધે એ.સી.,
ઉનાળામાં સૌ માંગે આઈસક્રીમ,
સૌ શોધે ઠંડા પીણાં, ઠંડું પાણી,
પણ જુઓ આ કરમ કઠણાઈ,
ભોગવે છે હાલ માનવી પોતાની
જ હાલાકી, પોતાની ભૂલની સજા,
છે ઋતુ ઠંડું પીવાની અને પીવો
પડે છે ઉકાળો !!!
ભૂલ કરી માનવીએ, કરીને હેરાન
કુદરતને, લઈ રહી છે બદલો
કુદરત પણ મન ભરીને.
કાપ્યા વૃક્ષો ભરપૂર આ માનવીએ,
અને ભોગવે છે હાલાકી આજે
ખરીદીને ઓક્સિજન, જે મળતો
હતો મફતમાં.
નથી કામ આવી રહી કોઈ ચાલાકી
માનવીની, લે છે સારવાર આજે
રસ્તા પર, વાહનોમાં કે ઘરનાં ઓટલે,
આ ભર ઉનાળાના તાપમાં!!!
હજુ પણ સમય છે ઓ માનવી,
જાગ તુ, બંધ કર કુદરતને
છંછેડવાનું, નહીં તો જશે આખી
આ જીંદગી, ભર ઉનાળે પીવામાં
ઉકાળા અને ગરમ પાણી!!!
હશે ધન દોલત દુનિયા ખરીદવાની
પણ જઈ ન શકશે ઘરની બહાર!
નથી કરી જો કોઈ માનવસેવા, તો
મળ્યો છે મોકો કરવાને સેવા.
છે ધોમધખતો તાપ આ ભરઉનાળે,
બન તુ શીતળ છાયા કોઈની!!!
કાપ્યા વૃક્ષો જીવતા જીવ,
નથી હવે નસીબમાં લાકડા,
બાળવાને મરેલ શરીર.
વૃક્ષો પડવા માંડ્યા ઓછાં,
બાળવાને મૃતદેહ, હે માનવી!
આનાથી ક્રૂર હજુ શું જોઈએ તને???

- સ્નેહલ જાની

Gujarati Poem by Tr Mrs Snehal Rajan Jani : 111693680
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now