ઝરણાંનું કહેવું છે કે, એને તારી પાસે રહેવું છે ,
તું થોડી દૂર જાય તો , તારા પગલાં પાછળ વહેવું છે,
એનું જળ પણ જીદ કરે છે આજ ભીંજાવા માટે ,
તું એકવાર સ્પર્શ કરી દે , તારી આંગળી ઓને મળવું છે.
તું વાત નહીં કરે તો એ તારી ચુપકીદી સાંભળી લેશે,
તારી આંખો માં જોઈને એ આખી ધરતી માપી લેશે,
ખુદ ની અંદર એને તારું પ્રતિબિંબ જોવું છે ,
ઝરણાંનું કહેવું છે કે, એને તારી પાસે રહેવું છે .