અત્યારે ભારત વર્ષ ને જરૂર છે રાષ્ટ્રની નસોમાં એક નવશક્તિ નો સંચાર કરે એવી,વીજળી જેવી નવીન ચેતનાની. આ કાર્ય હમેશા મંદ ગતિએ ચાલ્યું હતું અને હંમેશા એમજ ચાલવાનું.અને સૌથી અગત્યનું એ કે આદર્શ પ્રત્યે નિષ્ઠા રાખો,રગેરગમાં પવિત્ર, મક્કમ અને અંતર થી સાચા બનીએ
આ પરિસ્થિતિમાં યુવા વર્ગે જાગૃત થવાનું છે, સમાજ ને સાચવાનો છે.અજ્ઞાની લોકો ભલે બકવાસ કરે આપણે કોઈની સહાય માંગતા પણ નથી ચારિત્ર્ય નું ઘડતર યુગોના પુરુસાર્થ પછી થાય છે હતાશ નથી થવાનું સત્યનો એક શબ્દ પણ ક્યારેય વ્યર્થ જતો નથી, સત્ય કદાચ યુગો સુધી કચરા નીચે દટાયેલું રહેશે. પણ વહેલું કે મોડું અવશ્ય પ્રકાશમાં આવશે આપણે સાચા માણસોની જરૂર છે વટલેલા ટોળાની કઈ જરૂર નથી
અંબરનું આહવાહન છે, આ ભૂમિની પોકાર છે.
ખોવાયેલા છે રસ્તા બધા હવે પાર્થને લલકાર છે
ટૂટી છે માનવતા અહીં આશુરી જાગી છે શક્તિઓ
હુંકાર છે હર દંગ છે, ગર્વિષ્ઠતાની જંગ છે
અહંકારની દીવાલ છે, સપનાઓ નો સંઘાર છે
સમતાઓ ની વાતો તો ભ્રષ્ટ છે હવે એકાત્મજ નષ્ટ છે
આશુઓ ની ધાર છે ચારે દિશા અંધાર છે
ખોવયેલા છે રસ્તા બધા હવે પાર્થને લલકાર છે