ત્યાગી દેવા હવે તો દર્દ દેતી હરેક ચીજ ને,
પછી એ વિચાર હોય વર્તન હોય કે વ્યક્તિ
એક એક દી ના કંકર નાખી હું જીવી રહ્યો પણ
અંતે કુંજામાં ઊપર આવેલ જળ મૃગજળ નીકળ્યું
ક્ષણ ને માણવા ના મોહમા માનવીય વર્તન ભુલ્યો
અસ્તિત્વ ના ઓચ્છવ માં માનવ હોવાનું સત્ય ભુલ્યો
આ બધું તો થીક
પણ જ્યારે ખુદ થી વધુ વિશ્વાસ તુજ પર મૂક્યો
ત્યારે મળી વિશ્વાસ ની વિશાળ ઘાત અને
હું વ્યક્તિ પારખતાં શીખ્યો
"જય"