હામ હૈયે રાખતા , હોડ કરે છે;
કેમ દિલ તું ત્યાંય, બેજોડ કરે છે,
નામ નામી કે , અનામી જ રહેતા,
પ્રેમ માં કેવાં તું , જો ફોડ કરે છે.
માન ક્યાં માગે,બિચારો થઇ જોને,
હક માં ભીડી હામ જો કોડ કરે છે.
કોણ જાણે આજ , રિસાઇ જઈને,
ક્યાંક ગુસ્સાનો'ય,જો ડોળ કરે છે.
હા સફર આનંદ, માણી પણ જોને,
જીતવા જો જાય , મન તોડ કરે છે.
-મોહનભાઈ આનંદ