જય માતાજી 🙏માતાજી ના નવ દિવસ નોરતાં ચૈત્ર સુદ મહિના ની નવરાત્રી ની આપ સૌ ને ખુબ ખુબ શુભેચ્છાઓ સૌ ની કુળદેવી માતાજી ને આ આકરા સમય મા સહું ને સારા રાખે તેવી શુભકામના
જય શ્રી કુળદેવી મા🙏🌹🙏
આજ ના શુભ દિવસે મારી એક રચના જે માતાજી નો ગરબો છે જે આપની સમક્ષ પ્રસ્તુત કરી રહી છું ...આશા રાખું છું સૌ ના પ્રતિસાદ ની ....🙏🙏 જય માતાજી 🌹
સરખી સહિયર તમે આવો મારે સંગે ...
ગરબે ઘૂમી ને તમે રમો મારે સંગે
તાળી અને તાલ સંગ ગરબા રમાય રે....
માવડી ના પટ મા મારે રમવા છે રાસ રે.....
સરખી સહિયર તમે ઝુમો મારે સંગે ...
ગરબે ઘૂમી ને તમે રમો મારે સંગે
કાનો રમે છે અહી રાસ રાધા સંગે
ગોપીઓનો સાથ કાનો ઓળઘોળ રંગાય રે...
રાધા ને કાન તમે ઝૂમો મારે સંગે
ગરબે ઘૂમી ને તમે રમો મારે સંગે
લેખાંકન - કૃપા ઠક્કર