જન્મ પામી ,અહીં સમાયો છું
કર્મ પૃથ્વી માં જો, કમાયો છું.
ભાવ કર્તા માં, હું છે ભોક્તા,
હું જ હું કાર માં , ઘવાયો છું,
તત્વનો છે , વિરામ અંતે જો,
દેહ માટી માં , જો દટાયો છું.
આત્મ ભાવે ,જરા રુહાની જો,
હું મરણ બાદ , ઓળખાયો છું.
હું જ આનંદ છું , સદા અક્ષર,
શબ્દમાં નિત્ય , હું સવાયો છું.
-મોહનભાઈ આનંદ