Gujarati Quote in Blog by Pramod Solanki

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું કહું અને સાથ નિભાવે એમાં શું?
કહ્યા વગર જ નિભાવે તો કંઇક વાત બને

મારા ડગલાં પાછળ ડગલાં માંડે એમાં શું?
ડગલાં ની સાથે ડગલું માંડે તો કંઇક વાત બને

આંસુ આવ્યા પછી પીઠ પસરાવે એમાં શું?
આંસુ આવ્યા પહેલા જ સંભાળી લે તો કંઇક વાત બને

શબ્દોથી વ્યક્ત કરી જ લે છો તારા પ્રેમને એમાં શું?
નિઃશબ્દ બની પ્રેમ નિભાવે તો કંઇક વાત બને

વદન ને હરઘડી નીરખો છો એમાં શું?
ભીતરમાં ઉઠતી લાગણીને નીરખો તો કંઇક વાત બને

ભલે રહ્યા નોખા વ્યક્તિત્વ આપણા બંનેના એમાં શું?
દિલની ધડકન એકમેકની તાલે ધડકે તો કંઇક વાત બને

✍️પ્રેમ - આનંદ

Gujarati Blog by Pramod Solanki : 111688897
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now