ઘણાં લાંબા સમયે મિત્રોની રંગત મળી...
મિત્રો સાથે મળીને જૂની વાતો વાગોળવી એટલે વર્ષો પહેલાં રોપેલા આંબાની રસદાર કેરીઓનો આસ્વાદ માણવો...
ભલે આખા વિશ્વમાં ફરી આવો, સોશિયલ મીડિયામાં લાખો ફોલોવર્સ હોય અને હજારો મિત્રો હોય છતાં પણ જે મોજ બાળપણનાં મસ્તીખોર મિત્રો સાથે આવે એ બીજે ક્યાંય ન આવે!
ફોટોની ક્વોલિટી ભલે નબળી હોય પણ આ ફોટોમાં જેટલા પણ ચહેરા દેખાય છે એ બધા હાઈ ક્વોલિટીના છે...
શાળામાં જ્યારે તોફાની બાળકોની યાદી બનતી, ત્યારે આ ચહેરા ક્યારેક ' મોસ્ટ વોન્ટેડ ' કેટેગરીમાં આવતા.
બાળપણના મિત્રોની આ તો ખાસિયત છે કે જ્યારે આ ટોળકી એક જગ્યાએ ભેગી થઈ જાય તો સામાન્ય દિવસ પણ એક તહેવાર લાગે!