માણસાઈ...🙏
કોઈ માણસ ને કચરો ના સમજો કરણ કે જે માણસ ને આપણે કચરા સમાન ગણતા હોઈએ છીએ તે માણસ ક્યાંરે સોનુ બની જતું હોય છે એ આપણને ખબર નથી હોતી માણસાઈ રાખો એક બીજા ને મદદ રૂપ બનવા ની કોશિશ કરો કારણ કે હર એક માણસ ને પૈસા ની નજરે ના જોવો કદાચ એ માણસ પૈસા ની લાલચે નહી પણ કોઈ બીજી તકલીફ માં હોઈ શકે છે તેને ઇગ્નોર ના કરો ભલે પૈસા ની મદદ ના કરો પણ તમે એને માણસાઈ ની ફરજે એટલું તો પૂછી જ શકો કે ભાઈ તારે શુ તકલીફ છે જમી લીધું કે ભૂખ્યો છો તમે પૈસા ની મદદ ના કરો તો ચાલે પણ ઘરમાં રહેલું અનાજ હોઈ ને એમા થી એને જો બે કોળિયા જમાડી શકો તો એના 2 ફાયદા છે 1.એ માણસ ને તમે જમાડયો તો તમારા ઘરમાં અનાજ ઓછું નઈ થઈ જાય પણ વધશે અને 2.ભગવાન તમને જે માણસ ની આંતરડી ઠરી હશે એની દુવા મળશે અને કોઈ પણ સમયે તમે જ્યારે પણ મુશ્કેલીમાં હશો ને ત્યારે ભગવાન તમને ભૂખ્યા નહીં સુવા દે કારણ કે તમે જેને જમાડયો હતો એ માણસ ની દુવા તમને કોઈ દિવાસ ભૂખ્યા ના સુવા દે આ વાત યાદ રાખજો કોઈ માનસ જ્યારે પણ મુશ્કેલી માં હોઈ ત્યારે જરૂર એક વાર પૈસા માંગશે નથી જવું ત્યાં એવું બધું વિચારતા હોઈ છે ના એવી વિચાર ભાવના ના રાખી અને એને એમ કહો કે સ્ત્રી હોઈ કે પુરુષ અને એક વાર તો જરૂર પૂછજો કે તું ભૂખ્યો હોઈ તો થોડું જમી લે અને એને એમ પણ કેહવા નું કે આજે મારી પાસે પૈસા કે વધુ જમવા નું નથી પણ થોડું થોડું ખાઈએ તો એ માણસ ને આંનદ થશે કે કોઈ તો માણસાઈ ધરાવે છે આ દુનિયા માં અને ત્યારે બીજી વાત એમ કેહવા ની કે આ સમય કોઈ દિવસ ના ભૂલતો તારી પાસે પૈસા આવે ત્યારે કારણ કે તું આ સમય ને જો ભૂલી જઈશ ને તો તું તે સમયે મોટો થઈ ને નાના માણસો સાથે ખરાબ વર્તન કરીશ એટલે જ્યારે તારી પાસે થોડું જમવા નું પડ્યું હોઈ ત્યારે તારી પાસે કોઈ દિલ થી ભૂખ્યો માનસ જમવા નું માંગે તો એને થોડા માં થી પણ થોડું જમાડજે કારણ કે તું પણ આ પરિસ્થિતિ ને પાછી યાદ કરીશ ને એટલે તું એને જમાડ્યા વિના જાવા નહીં દઈશ શકે તને પાછળ ના દીવસો યાદ આવશે એટલે કે કોઈ માણસ એ કપડે ભલે જુના કે ફાટેલા કે જેવા પણ પહેર્યા હોઈ તેને મદદ કરો આ લખવું જરૂરી હતું કારણ કે હજી ઘણી બધી જાગ્યો ઓ ઉપર માણસ સાથે પ્રાણી જેવું વર્તન કરવા માં આવે છે આ આ લખ્યું તો છે પણ કોઈ ના મન માં બેસે કે નઈ એ એના ઉપર છે ખોટું લાગે તો માફ કરજો અને બને તેટલી મદદ કરજો અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે એટલે થાઈ તેટલી મદદ કરજો એટલી વિનંતી છે ભૂખ્યો માણસ ખાલી અનાજ માંગે છે એની પાસે જઈને ખાલી પૂછ જો તમને પણ દિલ માં ઠંડક થશે એને એના આશીર્વાદ મળશે બાકી કોઈ ને ખરાબ દેખાડવા માટે લખવા માં નથી આવ્યું એટલે કોઈ ખોટું નઈ લગાડી ને મદદ કરજો
જય માતાજી...💐🙏
writing by.ગોહિલ વિરમદેવસિંહ ડી (બપાડા)