કાઈ નહીં માં કાંઈક છુપાયેલું છે,
શાંતિ માં પણ સંગીત સમાયેલું છે,
સ્મૃતિ માં એક સ્મિત ઘવાયેલું છે ,
અસ્તિત્વ, બંધનો થી દબાયેલું છે,
ભવિષ્ય , વર્તમાન થી લખાયેલું છે,
વ્યક્તિત્વ, જવાબદારી થી ગભરાયેલું છે,
થોડો , સમય પોતાના માટે પણ કાઢતા રહેજો,
બાકી , આ જીવન મૃત્યુથી જ ઘેરાયેલું છે .
-Udit