પસાર થાઉં છું હું,
જયારે બાળપણની ગલીઓમાંથી,
ત્યારે ફરીથી મારું બાળપણ જીવતું થાય છે.
મેળવુ છું સાનિધ્ય હું,
જયારે માતા-પિતાનું,
ત્યારે ફરીથી મારું બાળપણ જીવતું થાય છે.
નિરખું છું મારા અંશને હું,
જયારે મન મૂકીને મસ્તી કરતા,
ત્યારે ફરીથી મારું બાળપણ જીવતું થાય છે.
થાઉં છું નિરાશ હું,
જયારે હોય જીવન કઠિન
ત્યારે ફરીથી મારું બાળપણ કેમ જીવિત નથી થતું?