સમજી લે...
આ જીવન તો છે એક રણભૂમિ એ તું સમજી લે,
વીર અભિમન્યુની જેમ જ લડવાનું છે સમજી લે.
ચુનૌતીઓના ચક્રવ્યૂહને ભેદવાનો છે સમજી લે,
મુસીબતો મિટાવી આગળ વધવાનું છે સમજી લે.
દુઃખ-નિરાશા-યાતના તો ઘેરી જ વળશે સમજી લે,
પીછેહઠ કરવી તો જરાય નહીં પોસાય સમજી લે
અર્જુન તારું યુદ્ધ લડવા નહીં આવે એ સમજી લે,
બધા પોતાના મોરચે લડવા વિવશ છે સમજી લે.
- હીના પટેલ