₹ રૂપિયો ₹

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
પ્રિય રૂપિયો,
એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપ તમામ વ્યક્તિઓના મોટા ચાહક બની ગયા છો.દરેક લોકોનો આપ અમુલ્ય અને કિંમતી હિસ્સો બની ગયા છો. આજે સૌથી પહેલા લોકો તમને યાદ કરે છે.સૌથી પહેલા લોકો તમારી પાછળ ભાગે છે અને ઘણી વાર તો તમારા કારણે પોતાનો જીવ પણ ગુમાવે છે.
આપ ખૂબ જ પ્રભાવશાળી છો. લોકો તમારા વગર તો રહી જ નથી શકતા.સવાર પડ્યેને લોકો સૌથી પહેલા બસ તમને જ યાદ કરે છે.સવારથી સાંજ સુધી લોકો તમારા પાછળ જ દોડ્યા કરે છે.
ઘણીવાર તમારા લીધે ઘણા વ્યક્તિઓના જીવ જાય છે.આપ જેટલા સારા છો ! સામે એટલા જ ખરાબ. લોકો તમારી માયામાં એટલા ફસાઈ ગયા છે કે તમારી વગર એક પળ પણ લોકોને ચાલતું નથી.મોટા ઘરોમાં તો તમે ઠાઠપાઠથી રહો છો અને ખૂબ સારી રીતે બહાર ખર્ચાવ છો પણ એ ગરીબ લોકોનું શુ ! જેમાં તમે એમની પાસે આવવા તો દૂર પણ એમની સામે ફરકતા પણ નથી. તમે જેની પાસે જાઓ છો એમની પાસે જતા જ રહો છો પણ જેની પાસે નથી જતા એની પાછળ તમે ક્યારેય પાછું વાળુ પણ નથી જોતા.માટે જ ઘણા લોકો હેરાન પરેશાન થઈ,તમારાથી કંટાળી આત્મહત્યા કરે છે.ઘણી વાર તો એમાં તમારો પણ વાંક નથી હોતો.
મારી બસ એટલી વિનંતી છે કે તમે લોકો પાસે રહો અને સમજાવો કે "મને ક્યાં ક્યાં ખર્ચ કરવો ! ક્યાં ક્યાં મારો સદ્દઉપયોગ કરવો અને કેમ મારા લીધે બીજાની મદદ કરવી ! આવા તમામ પ્રકારના તમારા મહત્વ વિશે લોકોને જણાવો. ખાસ કરીને ક્યારેક ગરીબના ઘરમાં પણ જતા આવતા રહો જેથી એમનો પરિવાર પણ સારું જીવન જીવી શકે.
ખાસ તો એ જ કહેવાનું કે તમારા કારણે કોઈનો જીવ ન જાય એમનું ધ્યાન રાખો. તમારા કારણે ઘણા લોકોને ઘર તૂટે છે, ઘણાના તો વર્ષોના સંબંધો તૂટે છે અને કેટલાય તો જીવ ગુમાવે છે. જેથી આપ બધા પાસે યોગ્ય માત્રામાં અવર જવર કરો અને લોકોના સપના પુરા કરો એવી આશા સહ..
લી.
ધવલ લીંબણી
°°°°°°°°°°’°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
આપનો પ્રતિભાવ જરૂરથી આપશો અને સાથે જ મારા બીજા પત્રો વાંચો એવી નમ્ર વિનંતી.
For More Updates
@dhaval_limbani_official
-Dhaval Limbani