રંગ લાગ્યો - ભાગ 1
કામની કોઈની વાસનામાં,
રંગ લાગ્યો મને બનવાનો.
નાનેકથી વડા થઈ જગમાં,
રંગ લાગ્યો મને ભેદભાવનો.
ભેદભાવના ડોળ રચી રચી,
રંગ લાગ્યો મને માનપાનનો.
માન પાનના ભોગ ભોગવી,
રંગ લાગ્યો મને એકલતાનો.
એકલતાના યુદ્ધ લડી લડાવી,
રંગ લાગ્યો મને હાર જીતનો.
જીત જીત્યાનો ઢોલ પિટાવી,
રંગ લાગ્યો મને લોભનો.
લોભની પાછળ હોડ લગાવી,
રંગ લાગ્યો મને ખાલીપાનો.
ખાલીપાનો ઈલાજ લેતાં,
રંગ લાગ્યો મને ભીડનો.
ભીડની ભીંસ સહી સહીને,
રંગ લાગ્યો મને આ વૈરાગનો.
- આચાર્ય જિજ્ઞાસુ ચૌહાણ