એક જુના જાહ્વ્યાનો અંત જો થયો,
બાબ એક બાપના જોહુકમિનો હતો.
ઈશ્વરને પણ ક્યાં એ મંજુર હતો,
રિવાયત તોડી રોળવા વાંછિતને.
હોળીનું હોમાવું હતું હકારમાં,
પ્રહલાદ તો પ્રસાદી પરમેશ્વરની.
વાર્તા તો વિશેષ હતી વિધાતાની,
નકારનો નાશ થાય છે નહીવતમાં.
હોળી હવે તો રહી પ્રતીક સમી,
અનલ અગમ્ય પાપ પેટવે.
શાને રહે રૂઆબ આ હોળીમાં,
બાળી નાખ બધા પૂર્વગ્રહ આગમાં.
હોળીમાં હોમાય હંધાય ષડરિપુ,
શાશ્વત સનાતન સકારકતા રહે.
-અપૂર્વ ઓઝા (કલમપંખ)