આખરે ઉઘડ્યા એ દ્વાર, રહ્યા નાથ ભક્તોને સાથ.
થયો જયઘોષ વગર રોષ, દ્વારકાધીશ માટે ન રહી રીશ.
ચાલતા લોકોની ચાલ સંભાળી, મુરલીધરની રહી માયા જાગતી.
નરસિંહનો નાથ, મીરાંનો ઘનશ્યામ, સાંભળે જય રાધેશ્યામ.
આસ્થા અવિરત રહી, અચાનક આવ્યો નિર્ણય.
જગતમંદિરે જગ પહોંચે, દ્વારકેશ ત્યાં ઉદ્ઘોષાય.
-અપૂર્વ ઓઝા(કલમપંખ)