બહુ જ જોરદાર ટૂંકી વાર્તા,
😂😂😂😂😂😂😂😂
એક રાજા હતો . રાજાને વિચાર આવ્યો કે મારા રાજ્યમાં રહેતી પ્રજા તાળીઓ પાડ્યા કરે છે; પણ કોઈ પ્રકારની ફરિયાદ કરતી નથી.
પ્રજા ફરિયાદ કરે તે માટે પાણીનો પુરવઠો બંધ કરવામાં આવ્યો.
લોકો ફરિયાદ કરવાને બદલે તળાવમાંથી પાણી ભરવા લાગ્યા.
રાજા પાસે કોઈ ફરિયાદ કરવા ગયું નહિ.
રાજા પરેશાન થઇ ગયા.
બીજું ફરમાન કરવામાં આવ્યું:
"રાજ્યની બહાર કે અંદર આવતા માણસોને બે બે ડંડા મારવા !!"
તે મુજબ રાજ્યની અંદર અને બહાર જતા માણસોને બે-બે ડંડા મારવા માટે રસ્તા ઉપર બે માણસો રાખવામાં આવ્યા !
સવાર પડતા રાજ્યની બહાર જવા અને અંદર આવવાની લાઈન લાગી.
લોકો બે-બે દંડા ખાધા પછી પોતાના કામે જાવા લાગ્યા.
રાજાએ પ્રજાને કોઈ તકલીફ પડે તો ફરિયાદ કરવા ફરિયાદ પેટી મુકી.
લાંબા સમયે એક ફરિયાદ આવી.
રાજાએ ફરિયાદ વાંચી.
તેમાં લખ્યું હતું: "રાજાજી! તમે રાજ્યની બહાર જવા-આવવા માટે બે-બે દંડા મારો છો, તેનો વાંધો નથી,
પણ દંડા મારવા માટે માણસો થોડા વધારે રાખો તો લાઈનો ઓછી થાય અને પ્રજાને સરળતા રહે🤣... બાકી આપ સમજદાર છો...
👍👍👍👍👍