" ફરિયાદ છે કોને? "
શ્વાસ સાથે જ સગપણ છે મારે,
બીજા સંબંધો માં ભળવું છે કોને??
શબ્દો ની ધારે ચાલે છે જીવન,
અહીં અર્થનાં વિવાદ માં પડવું છે કોને??
મજદરીયે ડૂબતી નાવમાં તરવું છે મારે,
દરિયાનાં પ્રલય અને વલયો થી ડરવું છે કોને??
છું હું મારાં "આત્મા"નો સારથી,
અહીં ફરિયાદી બનીને જીવવું છે કોને?
અંધારે વીણું છું હું સપનાનાં મોતી,
ફરિયાદ અંજવાળાની કરું તો કોને?
સ્વયં ને પામી લેવાની જીદ માં ડુબી છું હું,
જીવન સંગ્રામ માં તરવૈયા ની રાહ છે કોને??
✍️by dr.priyanka vijay gorasiya