" તે ચિત્ર હતું બહુ વિચિત્ર, છતાં ઘણું પવિત્ર,
ના હતું કોઈ સંયોજન, કે ના હતી કોઈ ભાત,
ન હતો કોઈ પદાર્થ , કે ના કોઈ જીવાર્થ,
ચિત્ર હતું બહુ વિચિત્ર , છતાં ઘણું પવિત્ર,
અઢાર રંગે રંગાયેલું , ચોતરફ રેલાયેલું,
આવડત થી ચિત્રિત થયેલું,
કલાકારી થી વર્ણિત થયેલું,
તેજ રૂપી આકર્ષિત થયેલું ,
દિલ જીતવા નિર્મિત થયેલું,.
તે ચિત્ર હતું બહુ વિચિત્ર છતાં ઘણું પવિત્ર."
-Mehta Mansi