આમ, તું ના હોય તો ગમતું નથી
પણ હૃદય જિદ્દી છે, કરગરતું નથી
હું શરમ છોડું , તું રહેવા દે વિવેક
સ્વપ્ન છે, અહીં કોઈ ઓળખતું નથી
નામ સંયમનું ધરી રોક્યું છે તેં
આ રીતે મનને કોઈ છળતું નથી!
એવું તે શું કહીને છોડી આંગળી?
ટેરવું પણ સહેજે ટળવળતું નથી!
પ્રેમથી આપ્યું દરદ તેં ભેટમાં
એ જ કારણ છે કે એ ઘટતું નથી
કોણ જાણે કોની લાગી છે નજર!
આંખમાં કાજળ હવે ટકતું નથી
કોઈ કહે અંજાન તું અમથું ઘુંટે
આ દુનિયામાં હવે કોઈ સમજતું નથી.
-Ashok Chàvda_Anjan