લેડીઝ સીટ.
દર વખતે સામાન્ય લાગતી ઘટના આજે કંઈક જુદી પડતી હતી! દર વિકેન્ડનાં પ્રિયા અને જીગ્નેશ રાજકોટ શહેરમાં મળતાં. જીગ્નેશ અમદાવાદથી આવતો તો પ્રિયા જામનગરથી. બંને મળ્યા અને પ્રિયાએ પૂછ્યું, "કેવી રહી સફર?" જીગ્નેશે કહ્યું, "બસ દર વખતની જેમ જ." "ના, આજે કઈક જૂદું જ છે." પ્રિયાએ પ્રતિઉત્તર આપ્યો. "લે તને વળી શું જૂદું લાગ્યું?" જીગ્નેશે પ્રશ્નાર્થ ભાવે તરત જ સામે જવાબ આપી દીધો. "જીગ્નેશ, વિચારી જુઓ!" પ્રિયાએ ફરીથી આશ્ચર્ય ભાવે જવાબ આપ્યો. "ને હા, તું લેડીઝ સીટ પર જ બેઠી'તી ને?" જીગ્નેશે જવાબ આપવાના બદલે પ્રશ્ન કર્યો. પ્રિયા થોડીવાર પહેલા જ તેની સખીના આવેલ કોલ પર ઊંડી ઉતરી ગઈ. તેની સખીએ કહ્યું કે, "હું, મમ્મી - પપ્પા, અને ભાઈ અમદાવાદ માસીને ત્યાં ગયાં હતાં. તો પાછા રાજકોટ આવતી વખતે અમે જે બસમાં બેઠાં હતાં. અને એ બસમાં અમે જીગ્નેશ જીજુને જોયા. હજુ હું ઓળખાણ આપવાની જ હતી અને એમની બાજુની સીટ પર જ બેસવા જતી હતી. એટલામાં પણ એમની તીરછી નજર.......!!"
"તું લેડીઝ સીટ પર જ બેઠી હતી ને? ક્યાં ખોવાઈ ગઈ મારી પ્રિયુ." જીગ્નેશે કહ્યું.
Spark
- યશ સોમૈયા ✍️
આવાઝ