હું ક્યાં કહુ છું તમે દરિયો ધરી દો,
સ્નેહના ઝરણમાં થોડી જગા કરી દો.
નથી જોઈતું મારે ચાંદનીનું અજવાળું,
તિમિરના આતમમાં થોડો ઉજાસ ભરી દો.
લાગણી મારી સાવ વિસરી ગયા તમે,
એ પ્રેમની એક અદ્ભુત મુલાકાત ફરી દો.
આઠો પ્રહર કે, દિન રાતને હું શું કરું?
સ્નેહની લાલીમાની એક સાંજ ધરી દો.