સમય સમય ની વાત છે ,
સમયને ક્યાં છે કોઈ બંધન ...!!?
આજે એજ રસ્તાઓ વસમાં લાગે ,
જેની સાથે હતી પ્રીત પુરાની ,
રસ્તો આગળ વધ્યો નથી ,
છે એક જગ્યા એ સ્થિત ,
જરૂરત બદલાઈ , માણસ બદલાય
તો એને છોડી પ્રીત પુરાની ,
આજે એજ જગ્યા લાગી અજાણી ,
જ્યાં માણી હતી હજારો ઉજાણી ,
એજ સ્થળ આજે મને અજાણ્યું લાગે ,
જાણે મને કરડવા દોડે ...!!
જ્યાં બેસી વ્યક્ત કર્યા હતા સુખ દુઃખ અને ,
ખીલ્યો હતો વસંત પ્રેમનો ,
એજ સ્થળ આજે ભાવવિહીન છે જાણે ,
પાનખરનું ઉજળેલું વન..!! ,
દોસ્તો ગયાને જાણે મારી દુનિયા ગઈ ,
પૂનમની રાત જાણે કાળી ડિબાંગ અમાસ થઈ .
ભટક્યો હું રાહી એજ રસ્તા પર
જેની સાથે હતી પ્રીત પુરાની ,
હવે ફરી કાલથી શરૂ થશે ,
પૈસા પાછળની દોડાદોડી ,
દુનિયા સાથેના સંબંધોની જાણે ,
થશે ભર બજારે હોડી ....!!
અંતે આ 'અવનીશ ' ના
ઉરમાં વશી એ ' ઉર્વશી '
છોડી ચિંતા આખા ગામની ,
પામ્યો પ્રીત પુરાની ....!!
પાર્થિવ પટેલ ' અવનીશ '