ચાલો જણાવું એક નેતાનો પ્રસંગ,
સરળ ભાષા લાગશે તમને વ્યંગ.
વાણિજ્યના ખેરખા ભેગા થયા,
તોડી નાખ્યો ઘરેલુ આવકનો પલંગ.
વધારી બોજ કરના મધ્યમવર્ગ પર,
લડે છે તે નેતાઓ મંદી સામે જંગ.
ભીડ વધી ગઈ છે દેશ સેવા કરવા,
લોકતંત્ર ભાગીને પડ્યું છે અલંગ.
પ્રમાણપત્ર આપે છે અમુક પ્રજાતિ,
એમના નેતાનો લાગી ગયો તેને રંગ.
મનોજ જરાક સત્ય લખે તો પત્યું,
તો જીહજૂરીયા બની જાય તંગ.
મનોજ સંતોકી માનસ
-Manoj Santoki Manas