જીંદગીમાં એવા અમુક અહેસાસ જોઈએ,
જેના માત્ર વિચારથી પળ ખુશનુમા બની જાય.
આ જીંદગીમાં બસ એક એવું ઘર જોઈએ,
જ્યાં જઈ શકાય વગર દર્શાવ્યે કોઈ કારણ.
આ જીંદગીમાં બસ એક એવો ખભો જોઈએ,
જ્યાં હસી - રડી શકાય વગર કોઈ ખુલાસા.
આ જીંદગીમાં બસ કોઈ એવો ચહેરો જોઈએ,
જ્યાં વંચાય જાય આખું મન રહીને નિ:શબ્દ.
આ જીંદગીમાં બસ થોડી એવી યાદો જોઈએ,
કે જેના થકી આખી જિંદગી થઇ જાય ઉત્સવ.
- રશ્મિ રાઠોડ