Gujarati Quote in Poem by Umakant

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સરી જતી જીંદગી.

સ્વજન વિહોણી અગણીત લાશો,

સ્મશાન તરફ સંચરતી

સ્વજન વિહોણા પતિ-સુત્-વીરની

આખરી વિદાય નહીં મળતી.

તે દિન આંસુ ભીની રે...જીંદગી સરી જતી મેં જોઈ.

તે દિન ડુસકા લેતી રે...જીંદગી સરી જરી મેં જોઈ.



સ્વજનો ડૂસકે ડૂસકે રોવે...
પણ તેમના આંસું કોઈ નવ લ્હુવે
કોને સાંભળે, કોને સંભારે
કોણ કોની સારવાર કરે.....
તે દિન આંસુ ભીની રે...જીંદગી સરી જતી મેં જોઈ
તે દિન ડુસકા લેતી રે... જીંદગી સરી જતી મેં જોઈ.

'કોરોના'ના ક્રુર ડરથી.
જગત આખું પીડાય,
કોઈ રડતું, કોઈ કણસતું
માનવ શબ રસ્તે સઝળતું
તે દિન આક્રંદ કરતી રે... જીંદગી સરી જતી મેં જોઈ
તે દિન ડુસકા લેતી રે.... જીંદગી સરી જતી મેં જોઈ

હૉસ્પીટલો ને રાહત કેદ્રો,
દર્દીઓથી ઉભરાતા,
દર્દીઓ આક્રંદ કરતા,
દુઃખથી તરફડતા,
લાચારીથી હાથ ફેલાવતા,
તે દિન તરફડિયા મારતી રે...જીંદગી સરી જતી મેં જોઈ
તે દિન ડુસકા લેતી રે... જીંદગી સરી જતી મેં જોઈ

ડૉક્ટરો, નર્સો સેવા કર્મી,
સેવા કરવા દોડી જતા,
ઍમ્બ્યુલન્સની તીણી ચીસો,
વાતાવરણ ભયભીત કરતી ....તે દિન જીંદગી સરી જતી જોઈ.
તે જોઈને ડુસકા લેતી રે... જીંદગી સરી જતી મેં જોઈ

દવા ખુટી, દવાખાના ખુટ્યા,
ખુટ્યા ડૉક્ટર 'ને નર્સ,
સેવા કર્મ કરતા,
બન્યા રોગનો ભોગ,
તે દિન આંસુ ભીની રે... જીંદગી સરી જતી મેં જોઈ.
તે દિન ડુસકા લેતી રે... જીંદગી સરી જતી મેં જોઈ.

ચીનની સામ્રાજ્ય લાલચે,
કીધો માનવ સંહાર...
ઘરમાં પુરાયું માનવ જીવન,
સમાજ વ્યવસ્થા થંભી.
તે દિન આંસુ ભીની રે...જીંદગી સરી જતી મેં જોઈ,
તે દિન દૂસકા લેતી રે...જીંદગી સરી જતી મેં જોઈ,

ઘરમાં પુરાયેલ માનવ દુઃખી,
વિદ્યા વિના વિદ્યાર્થી દુઃખી,
મજૂરી વિના મજૂર દુઃખી,
દર્દથી પીડાતો દર્દી દુઃખી,
તે દિન દુઃખથી દુઃખી રે... જીંદગી સરી જતી મેં જોઈ
તે દિન ડુસકા લેતી રે...જીંદગી સરી જતી મેં જોઈ.

પતિ-સુત-માતા સૌ માનવને,
અશ્રુપૂર્ણ શ્રધ્ધાંજલિ અર્પણ કરજો,
એ આત્માઓની સદ્ગગતી માટે
પ્રભુ સ્મરણ કરજો.
તે દિન અશ્રુભીની રે...જીંદગી સરી જતી મેં જોઈ.
તે દિન ડુસકા લેતી રે...જીંદગી સરી જતી મેં જોઈ.

..... નલિની ત્રિવેદી, ૯૪૯-૩૧૦-૫૨૩૨
(ગુજરાત દર્પ્ણ માસિક માર્ચ ૨૦૨૧ના અંકમાંથી સાભા

Gujarati Poem by Umakant : 111674349
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now